Saturday, June 30, 2012

હાઈકુ...

ચિત્ર સ્પષ્ટ છે,
પોતાની દુનિયામાં,
સહુ વ્યસ્ત છે.

યોગેન્દુ જોષી "યોગ" : ૩૦/૦૬/૨૦૧૨

Friday, June 29, 2012

હાઈકુ...

એક ઝાટકે,
તૂટેલો આ સંબંધ;
વર્ષો ટક્યો'તો!!!

યોગેન્દુ જોષી "યોગ" : ૨૯/૦૬/૨૦૧૨

Thursday, June 28, 2012

પ્રેમમાં, શું, સવાર થાય છે??? (ગઝલ)

રોજ શબ્દો સવાર થાય છે;
ખુદ કલમ ધારદાર થાય છે.

ભૂત., વળગણ નથી ચડ્યું, છતાં;
કો'ક ત્યાંથી પસાર થાય છે.

ભૂલથી જે નજર ગમી હતી;
એ હવે આરપાર થાય છે.

ભીંતને કાન આવશે નવા;
એને પણ, હા, પગાર થાય છે.

યોગ, દિલને સવાલ પૂછજે;
પ્રેમમાં, શું, સવાર થાય છે?

યોગેન્દુ જોષી "યોગ" : ૨૭/૦૬/૨૦૧૨

હાઈકુ...

દર્દનું ડૂસ્કું,
અંદર રહી ગયું,
ને જીવ ગયો...

યોગેન્દુ જોષી " યોગ" :૨૮/૦૬/૨૦૧૨

Wednesday, June 27, 2012

અછાંદસ...

તને જોવા
હું થોડો નીચે આવ્યો,
કિન્તુ લોકો એ;
મને તૂટેલ તારો માની,
ઈચ્છા માંગી લીધી.

યોગેન્દુ જોષી "યોગ" : ૨૭/૦૬/૨૦૧૨

Saturday, June 2, 2012

મિત્ર રૂપેશ પંચાલની કવિતા થી પ્રેરિત હાઈકુ...

ભેટી પડવું,
આગનું હુન્નર છે,
લાશ ચેતજે.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૨/૦૬/૨૦૧૨