Monday, July 30, 2012

ક્ષણિકા...

માફી અને લાગણીના સોય-દોરાથી,
સંબંધ બાંધવા તો ગયો...
પણ હાય રે કિસ્મત,
એમની ચામડી મગરની નીકળી...

યોગેન્દુ જોષી "યોગ" ૨૮/૦૭/૨૦૧૨

Tuesday, July 24, 2012

તાન્કા...

એકાદ ધક્કો,
નાની સી અડફેટ,
શબ્દો ખાયતો,
ગઝલ છંદ તોડી,
તાન્કામાં થાય સેટ...

યોગેન્દુ જોષી "યોગ" : ૨૪/૦૭/૨૦૧૨

ક્ષણિકા...

દીકરી,
એતો છે,
સૂર્ય કિરણ જેવી...
જ્યાં પણ જાય,
પિતાનું નામ રોશન કરે...

યોગેન્દુ જોષી "યોગ" : ૨૪/૦૭/૨૦૧૨

Sunday, July 15, 2012

તાન્કા...

એકાંત સાથે,
સંવાદ કર્યા પછી,
ખબર પડી.
એય શોધી રહ્યો છે,
બે વાતો કરનાર...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૫/૦૭ ૨૦૧૨

હાઈકુ...

મેં ન્હોતું કીધું,
ગમે ત્યાં દોડ, છેલ્લે;
ઘર આવશે!!!

યોગેન્દુ જોષી "યોગ" : ૧૫/૦૭/૨૦૧૨

Wednesday, July 11, 2012

ક્ષણિકા...

એક છુંદણું,
જેમ પોતાના અસ્તિત્વ માટે,
મૃતપ્રાય થયેલ ચામડી પર,
વળગી રહેવા સંઘર્ષ કરે છે...

બસ હા, એવીજ રીતે;
હું પણ આપણા સંબંધને
પકડીને ઉભો છું.

યોગેન્દુ જોષી "યોગ" : ૧૧/૦૭/૨૦૧૨

Tuesday, July 10, 2012

તાન્કા...

પાણી જ્યાં આવ્યું,
કાચઘર બહાર,
ત્યાં અમે જાણ્યું;
કે માછલી રડે છે,
નદી યાદ કરીને...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૦/૦૭/૨૦૧૨

Tuesday, July 3, 2012

હાઈકુ...

ડૂમો ભરીને,
બેઠેલા આ વાદળો;
રડેતો સારું.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૩/૦૭/૨૦૧૨

Sunday, July 1, 2012

હાઈકુ...

મુસાફર છું,
મનેતો માર્ગ સાથે,
સગપણ છે.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૧/૦૭/૨૦૧૨

ક્ષણિકા...

બાળ મજૂરે,
ત્રાંસી આંખે,
રમકડું;
રમી લીધું.

યોગેન્દુ જોષી "યોગ" : ૦૧/૦૭/2012