આભ આક્રંદે,
નદીમાં ઘોડપૂર,
ગામ તારાજ...
યોગેન્દુ જોષી : ૦૪/૧૧/૨૦૧૧
| મારા મૌનમાં મને મળી મારીજ મનોવ્યથાઓ. | પ્રાણ પંખેરું ઉડી જાય પછી શું, નવો અધ્યાય??? | યોગેન્દુ જોષી પાંચ અક્શરનું નામ યાદ રહેશે? |
| આંસુ ઝરણ, વહે નિજ આંખથી, હૈયું ઠારવા. | મદિરા છોડી, અમે બન્યા બંધાણી, તારી આંખોમાં. | ગઝલ મુકી, અધૂરી ને ખોવાણા, તારી આંખોમાં. |
| ખુદા રહેમ, જાપાનની આકરી, કસોટી ના લે. | બોલ તુ ખુદા, સત્તર અક્ષરોમાં, સુનામી સર્જુ? | છે તીક્ષ્ણ અણી, તો ઝાકળ પરોવ, મોતીની જેમ. |
| ચિત્ર કે શિલ્પ, ઉદાસ થાય ત્યારે, ભાવ ખોટો છે. | છે કાવ્યોત્સવ, અવસર આંગણે, છંદ સજાવ. | અર્થ રોપવા, શબ્દો ખુટી જાયતો, મૌન ઉત્તમ. |
| એકાંત છોડ્યું, ટોળામાં જઇ બેઠો, લાશ બનીને. | જ્યાં અહંકાર, તને ડુબાડે છે ત્યાં, જગ ગર્વ લે. | ને તુ ગર્વ લે, ત્યારે જગત ગણે, જો અહંકાર. |
| ચંદનહાર, નવોઢાએ પહેર્યો, દહેજ કાજ. | ધૂળ બાઝીછે, મારી છબી ઉપર, ગ્રહણ જેમ. | સમાજે ઘડ્યું, દહેજનું દુષણ, વર વેચવા. |
યોગેન્દુ જોષી : ૦૩/૦૬/૨૦૧૧
લખ કિસ્મતના લેખા-જોખા,
સાચા-ખોટા, મેલા-ચોખ્ખા.
સારા કર્મો કરતો રહેજે,
છોને માણસ આપે ધોખા.
મનની વાતો મનમાં રાખી,
ભરશો નૈ ત્યાં ભારે ખોખા.
પોંખી લે પ્યારી યાદોને,
ઓછા પડશે નૈ ચોખા.
ઇશ્વરના દરબારે જોજે,
સાચા-જુઠ્ઠા થાશે નોખા.
યોગેન્દુ જોષી : ૦૬/૦૯/૨૦૧૧
ઉર દિવાલે,
ત્વ સ્મ્રૂતિના પોપડા,
હજુય શોભે.
ડાયરી વચ્ચે,
સુકુ તારું ગુલાબ,
હજુય મ્હેકે.
યોગેન્દુ જોષી : ૨૧/૦૪/૨૦૧૧
આંખોથી હૈયે શું સ્થાપ્યું,
ખુશીની પળમાં શું વ્યાપ્યું?
સ્મરણો ચાલ્યા પછવાડે'ને,
ભીતરમાં કોણે શું જાપ્યું?
વરસો બાદ પુછ્યું કેમ છે;
જવાબમાં એણે શું માપ્યું?
જીવુ છું, હા જીવુ છું પણ,
પલવારમાં એણે શું કાપ્યું?
શબ્દો ચાળીને લખ્યા'તા,
પણ જમાનાએ શું છાપ્યું?
યોગેન્દુ જોષી : ૧૬/૦૩/૨૦૧૧
બધી રાહ ઝાંખી,
કુણે આહ નાંખી.
અવાવર ફળિયે,
મળી લાશ પાંખી.
હતુ કૈ રૂપ એવું,
કુણે રૂહ જાંખી.
ગઝલ આ અમારી,
કુણે ક્યાંય સાંખી.
કરે યોગ જશ્ન,
ભલે દેહ હાંકી.
યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧
*લગાગા, લગાગા… (ટુંકા બહેરમાં)
આ છે પ્રણયની વાત, આગળ કૈં નથી,
જાગ્યા દિવસને રાત, આગળ કૈં નથી.
પામ્યા અમે શું પ્રેમમાં, છોડો હવે,
માથે હતી એ ઘાત, આગળ કૈં નથી.
શતરંજ બાજી માં હતી ક્યાં જીંદગી,
પ્યાદું કરી ગ્યું માત, આગળ કૈં નથી.
મિત્રો બધા કોને વફાદાર મળ્યા,
આ છે મનુષ્ય જાત, આગળ કૈં નથી.
થોડી ગઝલ ગુંથી અમે એ 'યોગ' થી,
ગમશે અમારી ભાત, આગળ કૈં નથી.
યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧