Saturday, February 27, 2010

હુ...

આથમી ને નમી ગયો છુ હુ,
સાચવી ને પડી ગયો છુ હુ.
 
જીત ની કોડ અંતરો ને દૈ,
હાર લૈ ને રમી ગયો છુ હુ.
 
સુર ના સાઝ છેડતો એવો,
મૌન લૈ ને થમી ગયો છુ હુ.
 
આવશે કોઈ સાદ દૈ સામે,
આંખડી ને કળી* ગયો છુ હુ.
 
આખડે યોગ યાદ લૈ ત્યારે,
ચુપ થૈ ને રડી ગયો છુ હુ.
 
(*કળી = કળવુ ના સંદર્ભ મા)
 
યોગેન્દુ જોષી : ૨૭/૦૨/૨૦૧૦
 
પ્રેરણા : જનાબ મનહર મોદી સાહેબ
ખૂબ ઊંચે પડી ગયો છું હું
છેક નીચે પડી ગયો છું હું

Friday, February 26, 2010

હાથ માંગી બતાવે....

મળી પ્રેમ ના તાર તાણી બતાવે,
પછી પ્રીત થી પ્યાર માણી બતાવે.
 
લખે ચાહતો ના ખયાલો પરોવી,
વિચારો મજાના સજાવી બતાવે.
 
ઉજાસે હયા પાથરી આંખ મા એ,
ઇશારે નજારો લજાવી બતાવે.
 
કદી એ કહે યોગ તારી બનાવ,
પછી હેત થી હાથ માંગી બતાવે.
 
યોગેન્દુ જોષી : ૨૬/૦૨/૨૦૧૦
 
છંદનું નામ | ગણનું નામ | બંધારણ |માત્રા| ગણોનાં આવર્તનનો

1 મુતકારીબ ફઊલુન્ લગાગા પાંચ 4+4=8

લગાગા લગાગા લગાગા લગાગા

લગાગા લગાગા લગાગા લગાગા

Wednesday, February 24, 2010

પીધી છે...

રાતા દરિયા ના કિનારે પીધી છે,
સંતાતી ચાંદની ના સથવારે પીધી છે.
 
લપાઇ ને રહે છે દિવસ ભર ની ભીડ માં,
એવી રાત ની તન્હાઈ ના વિચારે પીધી છે.
 
હારી ને રહે છે જીત ની બાઝી,
તેવી તલવાર ના પ્રહારે પીધી છે.
 
છુપાવ નહિ પાંપણ ની આડ માં યોગ,
ક્યારેક અશ્રુ ઓ ની જળાધારે પીધી છે.

 
30/05/09, Yogendu Joshi (YO JO / Yog), Bozuyuk turkey

આપ મને...

તારુ નામ અને સરનામુ આપ મને,
તારી યાદો નુ ઠેકાણુ આપ મને.
 
એક ગઝલ લખી ને મોકલવી છે,
તારી પ્રિત નો પૈગામ આપ મને.
 
ચાહત થી વધારે ચાહી શકુ,
તારી નજરો નુ ફરમાન આપ મને.
 
સમય ની થપાટો વિખુટા પાડી ના શકે,
તારી ઝુલ્ફો નુ આલીંગન આપ મને.
 
નાસાઝ આલમ પ્રસરી રહ્યો છે યોગ,
તારી આશિકી નુ અમ્રુત આપ મને...
 
યોગેન્દુ જોષી

Monday, February 22, 2010

વેલેન્ટાઈન ડે (શેર)

બયાને હકીકત વેલેન્ટાઈન ડે ની એટલી જ,
જે પગરખા હુ વેચુ છુ તે ત્યારે મળ્યા હતા...
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૨/૨૦૧૦

Saturday, February 13, 2010

પરિક્ષા (કચરા કવિ સંમેલન માટે)

મરચા ની ભુકી આપી આંજવા નુ કીધુ,
સળગતી ટેટી આપી પકડવા નુ કીધુ.
 
એકવાર ગયા હતા દરિયા કિનારે ત્યારે,
તણખલા નુ હલ્લેસુ આપી તરવા નુ કીધુ.
 
યાદો ના ચોપાનિયા તો ભર્યા નહી અને,
કોરો કાગળ આપી વાંચવા નુ કીધુ.
 
બગીચા ના કિસ્સા ની વાત જો કરુ તો
ધતુરા નુ ફુલ આપી સુંગવા નુ કીધુ.
 
આવી કેટલીય તારી પરીક્ષા ઓ પાસ કરી યોગ
પણ દુખ એ વાત નુ થયું જ્યારે,
તે હાથ મા કંકોત્રી આપી આવવા નુ કીધુ.
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦

ના પુછ રે સખી...(અંજની છંદ)

પ્રીત મીઠી લાગે રે સખી,
રુદિયા ને ભાવે રે સખી,
આંખ મારી લાજે રે સખી,
ના પુછ રે સખી...
 
યોગેન્દુ જોષી : ૧૩/૦૨/૨૦૧૦.