સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Friday, August 13, 2010
પ્રેમ... (નાની કવિતા)
પ્રેમ પામવા ઘણું ભટક્યો
પણ એકાદ અશ્રુ બુંદ સીંચી હોત
તો આજે મારી પાસે
પ્રેમ તણું ઉપવન હોત.
યોગેન્દુ જોષી : ૧૩/૦૮/૨૦૧૦
કલમ શાહી રોતી રહી...
શબ્દો થમ્યા, કલમ શાહી રોતી રહી,
વિરહ તાપે અગન યાદી ધોતી રહી.
એ સ્વપ્ના મારા પ્રેમના તુટ્યા અને,
ખુલ્લી આંખે નજર મારી જોતી રહી.
યોગેન્દુ જોષી : ૧૩/૦૮/૨૦૧૦
ઝાકળ-પત્થર... (હાઈકુ)
ઝાકળ બુંદ
પત્થરે પડી બોલી
હું વેડફાઈ.
કોણ લખશે
પત્થર બુંદ કાવ્ય
અર્થ બનાઈ?
પત્થર બોલ્યો
દુખ મને પણ છે
તોયે ક્યાં રડ્યો?
બસ તુ આવી
તો જમાનાને પીડા
એ સમજાઈ.
યોગેન્દુ જોષી : ૧૩/૦૮/૨૦૧૦
Friday, August 6, 2010
મુકી જવાનો...
બાકી રહેલી આસ મુકી જવાનો,
થોડી ઘણી સુવાસ મુકી જવાનો.
જ્યાં હું રહેતો તે ગલી, તે મકાન,
તે ઘર ફળીયે શ્વાસ મુકી જવાનો.
મિત્રો સગાઓના દિલોમાં રહીને,
યાદો તણો સહવાસ મુકી જવાનો.
ચાહત તમારી યોગ નાકામ છે પણ,
મીઠી નજર હું ખાસ મુકી જવાનો.
યોગેન્દુ જોષી : ૦૬/૦૮/૨૦૧૦
રાખડી... (નાની કવિતા)
વરસાદી વાદળો વચ્ચે
સૂર્ય કિરણ નીકળી
પ્રુથ્વીને ઈન્દ્રધનુષી
રાખડી બાંધવા.
યોગેન્દુ જોષી : ૦૬/૦૮/૨૦૧૦
पिताजीकी तसवीर...
पिताजीकी तसवीर से
धूल हटाकर देखा
तो तसवीरको
आईने सा पाया
तसवीर से पिताजी
मुस्कुराकर बोले
आज में कुछ
साफ़ देख पाया.
योगेन्दु जोषी : ०६/०८/२०१०
Wednesday, August 4, 2010
આઝાદ છું... (હાઈકુ)
હું આઝાદ છું
ક્યાંથી કેવીરીતે
તમે કહેશો?
ભ્રસ્ટ નેતાની
ધર્મ રાજનીતીથી
શું આઝાદ છું?
સંગ્રહખોરી
ભાવોના વધારાથી
શું આઝાદ છું?
ગંદી રમતો
આંધળા કાનુન થી
શું આઝાદ છું?
પ્રાંતવાદથી
સત્તાની લાલસાથી
શું આઝાદ છું?
બસ આ જ છે
થોડા મારા સવાલો
જવાબ દેજો?
અને ઉજવો
સ્વતંત્રતા દિવસ
આઝાદી માટે...
યોગેન્દુ જોષી : ૦૪/૦૮/૨૦૧૦
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)