સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Tuesday, July 6, 2010
ભારત બંધ... (હાઇકુ)
રોજ કમાનાર મજદુરની પત્નીનો સવાલ :
મોઘવારી માં,
મળ્યું ભારત બંધ,
આજે શું ખાશું?
મજદુર પતિનો જવાબ :
રોજ શું ખાધુ?
તો આજે શું રોવાનુ?
પાણી જમી લે!
યોગેન્દુ જોષી : ૦૬/૦૭/૨૦૧૦
Monday, July 5, 2010
ચકીબેન... (બાળગીત)
ચકીબેન ચકીબેન,
તમે કેમ રિસાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
કલબલ કરતી કાબર આપે,
તમને મોઘેરા માન,
ઘુંટરઘું કરતો કબુતર પણ,
જાળવે તમારી શાન.
નાના નાના બાળુડા પર,
તમે કેમ ખીજાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
ચીં ચીં કરતા ફડકો મારતા,
આવો તમે મારી બેન,
બાગડ બીલ્લો સુતો છે,
તો મળશે તમને સુખ ચેન.
ચકીબેન ચકીબેન
તમે કેમ મુંઝવાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
ચકીબેન ચકીબેન,
તમે કેમ રિસાણા છો?
દાણા નાંખ્યા પાણી મુક્યું,
તમે ક્યાં સંતાણા છો?
યોગેન્દુ જોષી : ૦૫/૦૭/૨૦૧૦
Saturday, July 3, 2010
નામ... (સવૈયા)
મારા હૈયા બારણે ઝુલતી તખ્તી ઉપર છે જે નામ,
વિસામો લેવા એજ પુછે છે કે ખાલી છે મકાન?
સવૈયા : ૩૧ માત્રા, છેલ્લા બે અક્ષરો અનુક્રમે ગુરુ-લઘુ.
યોગેન્દુ જોષી : ૦૩/૦૭/૨૦૧૦
બાળ... (ચોપાઈ)
વરસાદે ભીંજાતુ બાળ,
કાગળ હોડી રમતુ બાળ,
સ્વપ્ન સફર ખેડતુ બાળ,
મેહુલા ને ગમતુ બાળ.
યોગેન્દુ જોષી : ૦૩/૦૭/૨૦૧૦
Friday, July 2, 2010
વેલ... (ચોપાઈ)
થોવારિયે લટકી વેલ,
પ્રેમ-ભાવ થી વળગી વેલ,
થોવારિયો સમજે પ્રેમ,
પશુ-પક્ષીઓ રાખે છેટ.
યોગેન્દુ જોષી : ૦૨/૦૭/૨૦૧૦
ઝરણું... (ચોપાઈ)
ખળખળ ઝરણું ગીતો ગાય,
પર્વતને કોતરતુ જાય,
નદીને મળી શાંતી થાય,
ધરાની જો તરસ છીપાય.
યોગેન્દુ જોષી : ૦૨/૦૭/૨૦૧૦
પંખી... (ચોપાઈ)
પાંખો ખોલી કાપે આભ,
એથી સુરજ કરતો તાપ,
પંખીઓને શો વિશાદ?
ભેગા મળી કરે કિલાટ.
ચોપાઈ : દાદા દાદા દાદા ગાલ
યોગેન્દુ જોષી : ૦૨/૦૭/૨૦૧૦
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)