સંભારણુ
જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
Tuesday, May 18, 2010
સજે રાત્રી ફરી...
આથમે સુર્ય અને જો સજે રાત્રી ફરી,
ચાંદની વલખે અને જો રચે યાદો ફરી.
હોશ ખોવા તુ ભરે જામ એવા પ્રેમ ના,
પાનખર મા ખીલવે જો ફુલો તાજા ફરી.
યોગેન્દુ જોષી : ૧૮/૦૫/૨૦૧૦
Saturday, May 15, 2010
જો તો ખરો...
આખરે શું પામવા નો જો તો ખરો,
પાછળે શું બાંધવા નો જો તો ખરો.
છીનવી તુ મેળવે છે સુખો બધા,
એકલો શું માણવા નો જો તો ખરો.
પાપ ની તુ ઘાંસડી બાંધે તો ભલે,
જીવતર શું તારવા નો જો તો ખરો.
છળ કપટ થી આંખડી ના લાજે જરી,
પાંપણે શું ગાળવા નો જો તો ખરો.
સગપણે સ્વાર્થ ગણાવે કાફર બની,
ઠાઠડી શું બાળવા નો જો તો ખરો.
યોગેન્દુ જોષી : ૧૫/૦૫/૨૦૧૦
Wednesday, May 12, 2010
કબર થી આભ ને હુ આંબી શકુ તો...
નજર ની વાત તારી વાંચી શકુ તો,
ફરી દૈ સાદ એ હું જાણી શકુ તો.
બનાવો કૈં બને વિરહ ની સફર મા,
કસક ની રાત જો હું ખાળી શકુ તો.
કદી એ મૌન ની દાસ્તાનો જલાવે,
કથાનક આગ ની હું વાંચી શકુ તો.
હવેલી મા ચણે ઇશ્ક ના રિવાજો,
ગમો ની ભીંત ને હું પાડી શકુ તો.
સમય એ યોગ પાછો આવે પરંતુ,
કબર થી આભ ને હુ આંબી શકુ તો.
યોગેન્દુ જોષી : ૧૨/૦૫/૨૦૧૦
Tuesday, May 11, 2010
હાશ એક કામ પત્યુ...
હાશ એક કામ પત્યુ,
મારા જીવન મા
શરીર નુ કામ પત્યુ.
હવે ખુણો ખાંસસે નહિ,
બટકુ રોટલો માંગશે નહિ.
ખાટલો મારો નડશે નહિ,
દવા મા નાણા ખર્ચાશે નહિ. હાશ એક કામ પત્યુ...
ટાબળિયા ને પ્લે રુમ મળશે,
વહુ ને બપોર ની નિંદર મળશે,
પાર્ટી માટે અલાયદો રુમ મળશે,
મક્ત આચરણ ની છુટ મળશે. હાશ એક કામ પત્યુ...
જાઊ છુ હરી ના દ્વારે, બધી ઈચ્છા ઓ સંકેલી,
સોંપુ છુ તમને ખેતર, ગાડી અને આ હવેલી,
મારા જ ઘર મા પડ્યો હતો થઈ ને પહેલી,
અંતિમધામ મા હવે કોઈ મને નહિ મુકે હડસેલી. હાશ એક કામ પત્યુ...
યોગેન્દુ જોષી : ૧૧/૦૫/૨૦૧૦
શૂન્ય અવકાશ... (શેર)
કબર ની ભીંત ના પડઘા શાંત બન્યા,
અમારો નેક શૂન્ય અવકાશ રહ્યો.
કરીબ્
મ
ફા
ઈ
લુન્
:
લગાગાગા લગાગાગા ગાલગાગા
યોગેન્દુ જોષી : ૧૧/૦૫/૨૦૧૦
Monday, May 10, 2010
માં...
નાભી થી તન સીંચે એ માં,
દૂધ તણુ અમ્રુત દે એ માં,
વહાલ નો પાલવ દે એ માં,
ઘડતર દે એ માં.
રૂણ ભુલી સંવાળે એ માં,
સંસ્કારો ને સીંચે એ માં,
પ્રુ-ઇશ્વર નુ સ્વરૂપ એ માં,
જગદાત્રી એ માં.
નિજ આનંદ ને ત્યાગે માં,
ભુખી રહી ને જમાડે માં,
દુખ વેઠી ને હસાવે માં,
સત્યાકાર એ માં.
પહેલી વાર મે બે નવા શબ્દ ના પ્રયોગ કર્યો છે.
આશા છે, આપ સર્વે ને સ્વીકાર્ય હશે.
(પ્રુ-ઇશ્વર = પ્રુથ્વી પર ના ઇશ્વર)
(સત્યાકાર = સત્ય નો આકાર)
યોગેન્દુ જોષી : ૧૦/૦૫/૨૦૧૦
Saturday, May 1, 2010
શીદ ને લઉ...
ગમ ની ગઝલ માં નામ એ શીદ ને લઉ,
ઉર ની તડપ માં નામ એ શીદ ને લઉ.
તે ક્યાં કરેલો વાયદો હમસફર નો,
નોખી ડગર માં નામ એ શીદ ને લઉ.
ચાદર હવે ટુંકી બને જો કફન ની,
લાંબી કબર માં નામ એ શીદ ને લઉ.
યાદો બધી ઓઝલ બને યોગ તારી,
ખાલી નજર માં નામ એ શીદ ને લઉ.
યોગેન્દુ જોષી : ૦૧/૦૫/૨૦૧૦
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)