Saturday, March 13, 2010

અસર છે...

કિનારે કિનારે નદી ની અસર છે,
નજારે નજારે ડગર ની અસર છે.
 
બની આંખ રોશન નજર ને મળી ને,
ઇશારે ઇશારે મિલન ની અસર છે. 
 
નિહાળી શકો જો ઉલાળા હયા ના,
નિગાહે નિગાહે શરમ ની અસર છે.
 
ફરી હેત મળશે જમાના તરફ થી,
સમાજે સમાજે પ્રણય ની અસર છે.
 
હવે આપ ધાયલ કરો યોગ ને પણ,
નિશાને નિશાને દવા ની અસર છે.
 
યોગેન્દુ જોષી : ૧૨/૦૩/૨૦૧૦

Friday, March 12, 2010

પહેલી નજર થી...

ગમી છે અદા ઓ પહેલી નજર થી,
ફળી છે દુઆ ઓ પહેલી નજર થી.
 
અમસ્તો દિવાનો નહોતો થવાનો,
મનાવ્યો મને તે પહેલી નજર થી.
 
લખાવે કલમ થી ફસાના ભલે તુ,
હતી એ ઇજાજત પહેલી નજર થી.
 
સહર ની બહારો તણી જીંદગી મા,
નવાજ્યો વસંતે પહેલી નજર થી.
 
હશે ચાહનારા ઘણા આ ગઝલ ના,
સરાહ્યો મને તે પહેલી નજર થી.
 
ભલે યોગ પાંપણ નો ભાર વેઠે,
હતી આંખ રોશન પહેલી નજર થી.
 
યોગેન્દુ જોષી : ૧૧/૦૩/૨૦૧૦
 

Wednesday, March 10, 2010

અદા એટલી કે શમા ને જલાવે...

અદા એટલી કે શમા ને જલાવે,
વિદાયે મળી ને વફા ને રડાવે.
 
ગમે તો પહેલી વખત થી મનાવે,
નહી તો પહેલી બનાવી ફસાવે.
 
ફિદા હુ નહોતો અમસ્તો અજાણે,
ઇશારો કરી ને નજર થી બનાવે.
 
કિનારા સમો ભાસ સર્જી બતાવે,
પછી એ વહાણો ડુબાડી બતાવે.
 
કળે યોગ તારી કરામત પરંતુ,
પરાણે મનાવી હસાવી ફસાવે.
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૦.

Tuesday, March 9, 2010

બને એ સજાવટ અજાણે અજાણે...

કરી છે શરારત ઇશારે ઇશારે,
ભરી છે નજાકત નજારે નજારે,
 
સજાવે હયા ના મિનારા ભલે તુ,
કદી દે ઇજાજત બહારે બહારે.
 
મનાવે ગજબ ના દિલાસા દઈ તુ ,
હતી એ કરામત બયાને બયાને.
 
જલાવે શમા ના ઈરાદા પરંતુ,
કશુ છે અનામત ખયાલે ખયાલે.
 
કહે યોગ શબ્દો મઠારી ગઝલ ને,
બને એ સજાવટ અજાણે અજાણે.
 
યોગેન્દુ જોષી : ૦૯/૦૩/૨૦૧૦.
 
 
 

Monday, March 8, 2010

મને જુદા ના કર... (ચાર લાઈના)

નીતરતી આંખે મને વિદા ના કર,
પીગળતી સાંસે મને જુદા ના કર.
સફરે તારી હયાતી ને માણવા દે જે,
વીખરતી યાદે મને જુદા ના કર.
 
યોગેન્દુ જોષી : ૦૭/૦૨/૨૦૧૦

Wednesday, March 3, 2010

ચાળણી સમો ઠામ ના દે...(ચાર લાઈના)

કોઈ વાતો મને આમ ના દે,
કોઈ ગળતો જતો જામ ના દે,
હૈયા ના પ્રેમ ને ઢોળવો છે મારે,
કોઈ ચાળણી સમો ઠામ ના દે.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૩/૨૦૧૦

હોળી (અંજની છંદ)...

રંગાવુ સાજન ની રીતે,
ભીંજાવુ સાજન ની રીતે,
માણુ હોળી એની રીતે,
સાજન ની પ્રીતે.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૩/૨૦૧૦